ગાયનેક ડૉક્ટરને બતાવવાનો યોગ્ય સમય કયો?

તકલીફ હોય ત્યારે તો બતાવો જ. પણ કેટલીક તપાસ તકલીફ વગર પણ સમયસર કરાવવી જોઈએ. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ:

દરેક સ્ત્રી, દરેક ઉંમરે

  1. ૯ થી ૧૪ વર્ષની છોકરીગર્ભાશયના મુખના કેન્સરથી બચાવતી HPV રસી.WHO · ભારત સરકાર (MoHFW)
  2. પહેલું માસિક૧૫ વર્ષ સુધી માસિક ન આવે, અથવા એટલો દુખાવો કે વધારે લોહી કે શાળા છૂટે.WHO · ભારત સરકાર (RKSK)
  3. લગ્ન પહેલાંથેલેસેમિયા અને લોહીની ઊણપ માટે લોહીની તપાસ, અને માસિક કે કુટુંબ નિયોજન વિશેના પ્રશ્નો.ભારત સરકાર (NHM)
  4. કુટુંબ નિયોજનબાળકો વચ્ચે અંતર રાખવું કે બંધ કરવું હોય ત્યારે, તમારા માટે યોગ્ય રીત પસંદ કરવા.WHO
  5. ૩૦ વર્ષ પછીગર્ભાશયના મુખ અને સ્તનની તપાસ, દર ૫ વર્ષે. કોઈ તકલીફ ન હોય તો પણ.ભારત સરકાર (MoHFW) · WHO
  6. ૪૦ પછી, માસિક બદલાયમાસિક અનિયમિત થાય, ગરમીના ઝાટકા આવે, ઊંઘ કે મૂડ બદલાય.WHO
  7. માસિક બંધ થયા પછીથોડું પણ લોહી પડે તો જલદી બતાવો.WHO · NHS

બાળક વિશે વિચારતાં હો કે ગર્ભ હોય

  1. ગર્ભ રાખવાનું વિચારતાં હોગર્ભ રહે તે પહેલાં એક વાર બતાવો. ફોલિક એસિડ વહેલું શરૂ કરવું સારું.WHO
  2. ગર્ભ રહે ત્યારે૧૨ અઠવાડિયાં પહેલાં પહેલી તપાસ, પછી નિયમિત તપાસ.ભારત સરકાર (MoHFW) · WHO
  3. ડિલિવરી પછી૬ અઠવાડિયાંમાં તપાસ, ભલે બધું બરાબર લાગે.WHO
  4. કસુવાવડ પછીતપાસ માટે બતાવો, અને ફરી ગર્ભ રાખતાં પહેલાં પણ.NHS
  5. ૧ વર્ષથી પ્રયત્ન છતાં ગર્ભ ન રહેપતિ-પત્ની બંને સાથે બતાવવા આવો.WHO

કોઈ પણ ઉંમરે બતાવવા આવો, જો

આ તકલીફો માટે બતાવવા આવો

વધારે લોહી, સખત દુખાવો કે બેભાન જેવું લાગે: તરત આવો ›ફોન કરો 02772 240436